કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કેરળમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે મોદી કેરળની મુલાકાત દરમિયાન સબરીમાલા મુદ્દા પર મૌન રહ્યા. આ ભાજપ અને એલડીએફ સાથે કામ કરે છે તેનું સંકેત છે. લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે કોંગ્રેસ ૨૦૨૬ ની કેરળ વિધાનસભા ચૂંટણીમાં સીપીઆઇ એમ અને ભાજપ સાથે સ્પર્ધા કરી રહી છે. તેમણે કહ્યું, “નરેન્દ્ર મોદી ટ્રમ્પના દબાણ હેઠળ છે. બધા આ જાણે છે. વડા પ્રધાન કેરળના મુખ્યમંત્રીને પણ નિયંત્રિત કરે છે.
કોટ્ટાયમમાં, રાહુલ ગાંધીએ પણ પાર્ટીના નેતાઓ સાથે સાયકલ પર પ્રચાર કર્યો. પુથુપલ્લીના પમ્પડી બસ સ્ટેન્ડ પર કોંગ્રેસ પાર્ટીની રેલીમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી સાયકલ પર રવાના થયા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે એલડીએફ નેતાઓએ અયપ્પા મંદિરમાંથી સોનું ચોરી લીધું છે અને તેને પિત્તળથી બદલી નાખ્યું છે. ભાજપને નુકસાનથી બચાવવા માટે વડા પ્રધાન ચૂપ રહ્યા. આ દર્શાવે છે કે ભાજપ અને એલડીએફ સાથે મળીને કામ કરી રહ્યા છે. તે એ પણ દર્શાવે છે કે નરેન્દ્ર મોદીને ધર્મ કે મંદિરોની કોઈ પરવા નથી.યુડીએફ સરકાર મંદિર સંબંધિત કથિત ગેરરીતિઓ માટે જવાબદાર લોકોને સજા કરશે.
અંબાણી અને અદાણીનો ઉલ્લેખ કરતા તેમણે પૂછ્યું, “આપણે રોજગારની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ?” મેડ ઇન ઈન્ડિયાયાનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું, “જ્યારે મેં મારું ભાષણ શરૂ કર્યું, ત્યારે મેં માઇક્રોફોન પર ધ્યાન આપ્યું. તેમાં ‘મેડ ઇન ચાઇના’ લખેલું હતું. તેમાં ‘કન્ટ્રી ઓફ ઓરિજિન ઈન્ડિયાયા’ અથવા ‘કન્ટ્રી ઓફ ઓરિજિન કેરળ’ કેમ નથી લખાયું? જા આપણી પાસે ભારતમાં બનાવેલા ઉત્પાદનો નથી, તો આપણે કેરળના યુવાનો માટે રોજગારની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ?”
તેમણે કહ્યું, “જા કેરળનું ભવિષ્ય ફક્ત એક કે બે કંપનીઓના હાથમાં છે, તો આપણે કેરળમાં વસ્તુઓનું ઉત્પાદન કેવી રીતે કરી શકીશું?” તેમણે મુખ્યમંત્રી વિજયન અને વડા પ્રધાન પર કોર્પોરેટ ક્ષેત્ર માટે કામ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે તેઓ દેશને અદાણી અને અંબાણીને સોંપી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ યુડીએફ ઇચ્છતું નથી. તેઓ જાણે છે કે દેશમાં ફક્ત કોંગ્રેસ જ તેમને પડકાર આપી શકે છે. ભાજપ માને છે કે એલડીએફ તેમને રાષ્ટ્રીય સ્તરે પડકારી શકે નહીં. જા તેઓ દિલ્હીમાં સત્તામાં હશે, તો કેરળમાં કોઈપણ એલડીએફ સરકાર તેમના નિયંત્રણમાં હશે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સામે લડનારાઓ પર હુમલો કરવામાં આવે છે. રાહુલે ધ્યાન દોર્યું કે તેમની સામે ૩૬ કેસ છે અને ૫૫ કલાક સુધી સતત પૂછપરછ કરવામાં આવી હતી. કેરળના મુખ્યમંત્રી સામે આવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નેતૃત્વ ભ્રષ્ટ છે, પરંતુ ભાજપ તેમના પર કોઈ દબાણ લાવતું નથી. વડા પ્રધાન જ્યાં પણ જાય છે, તેઓ મંદિરો અને ધર્મ વિશે વાત કરે છે. પરંતુ પલક્કડની મુલાકાત દરમિયાન, તેઓ સબરીમાલા ઘટના ભૂલી ગયા.
તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે એલડીએફ હવે ડાબેરી પક્ષની જેમ વર્તે નહીં. તેની નીતિઓ ભાજપની જેમ કોર્પોરેટ-સમર્થિત છે. કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં રબર ખેડૂતોને ટેકો આપી ચૂકી છે.એલડીએફ રબર કામદારોને વળતર આપવાનો ઇનકાર કરે છે. કોંગ્રેસ રબર ખેડૂતો અને કામદારોને ભાવમાં વધઘટથી રક્ષણ આપશે. પ્રતિકૂળ બજાર પરિસ્થિતિઓના સમયમાં તેમને વ્યવસ્થિત રીતે સુરક્ષિત અને વળતર આપવામાં આવશે.