પાકિસ્તાને ચીની કંપની, યુનાઇટેડ એનર્જી પાકિસ્તાનને ૨૨૦ મિલિયન વીજળી અને ગેસ બિલ ચૂકવવાના બાકી છે. બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળતાથી ચિંતા વધી છે કે કંપનીના સંચાલન બંધ થઈ શકે છે અને પાકિસ્તાનના ઉર્જા પુરવઠાને અસર થઈ શકે છે. યુનાઇટેડ એનર્જી પાકિસ્તાન દેશની સૌથી મોટી વિદેશી તેલ અને ગેસ કંપની છે.
પાકિસ્તાન અને ચીન વચ્ચેની મિત્રતામાં પૈસા અને કડવાશનો પ્રવાહ હવે સપાટી પર આવવા લાગ્યો છે. નાદારીની આરે આવેલા પાકિસ્તાનને હવે તેના નજીકના સાથી ચીન દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. આ મુદ્દો ૨૨૦ મિલિયન (આશરે રૂ. ૨૦૫૦ કરોડ) ના બાકી વીજળી અને ગેસ બિલ સાથે સંબંધિત છે. ચીને પાકિસ્તાનને સીધી ધમકી આપી છે કે જા તે ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો તેને ગંભીર પરિણામો અને વિદેશી રોકાણ બંધ કરવાની ધમકી આપવામાં આવશે. ચીને પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે, જેમાં માંગણી કરી છે કે યુનાઇટેડ એનર્જી પાકિસ્તાનને બાકી રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે. ચીન કહે છે કે ચુકવણીમાં આ વિલંબ માત્ર આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો વિશ્વાસ જ નહીં પરંતુ ભવિષ્યના રોકાણને પણ અવરોધિત કરી શકે છે.
ધ ન્યૂઝના એક અહેવાલ મુજબ, બેઇજિંગમાં પાકિસ્તાની રાજદૂતે તેમની સરકારને “તાત્કાલિક નોંધ” મોકલી છે. આ નોંધમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જા પૈસા નહીં મળે, તો કંપનીના કામકાજ બંધ થઈ શકે છે. આ પરિસ્થિતિ પાકિસ્તાનના ઉર્જા પુરવઠા પર સીધી અસર કરશે.
આ વિવાદ યુઇપી દ્વારા સુઇ સધર્ન ગેસ કંપનીને પૂરા પાડવામાં આવતા ગેસ પુરવઠાને લગતો છે. હાલમાં યુઇપી દરરોજ ૨૬૦-૨૭૦ મિલિયન કયુંબિક ફીટ ગેસ પૂરો પાડે છે. ભંડોળની તીવ્ર અછતને કારણે,યુઇપીને છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઘણા કર્મચારીઓને છૂટા કરવા પડ્યા છે.
પાકિસ્તાનની સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલએ પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. કાઉન્સિલે સરકારને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે આ બાકી રકમ તાત્કાલિક ઉકેલવા વિનંતી કરી છે. જા કે, આ મામલો સરકારી વિભાગો વચ્ચેના આંતરિક સંઘર્ષોમાં ફસાયેલો રહે છે.
સુઇ સધર્ન ગેસ કંપની દલીલ કરે છે કે જ્યારે તે ચૂકવણી કરવા તૈયાર છે, ત્યારે તેની પાસે ભંડોળનો અભાવ છે.એએસજીસીનો દાવો છે કે ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ દ્વારા અબજા રૂપિયાના રિફંડ પડતર છે. કંપનીએ જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર તેના જૂના રિફંડ જાહેર ન કરે ત્યાં સુધી તે ચીની કંપનીના બાકી લેણાં ચૂકવવાની સ્થિતિમાં નથી.
યુનાઇટેડ એનર્જી પાકિસ્તાન પાકિસ્તાનની સૌથી મોટી વિદેશી તેલ અને ગેસ કંપની છે. ૨૦૧૧ માં, આ ચીની કંપનીએ બ્રિટિશ પેટ્રોલિયમની સંપત્તિ હસ્તગત કરી હતી.
આ પછી, ૨૦૧૨ માં, તેને ચાઇના ડેવલપમેન્ટ બેંક તરફથી ૫ બિલિયનની મોટી ક્રેડિટ લાઇન મળી. આનો ઉપયોગ કરીને, કંપનીએ પાકિસ્તાનમાં તેનો વ્યવસાય વિસ્તાર્યો. ૨૦૧૯ સુધીમાં,યુઇપી પાકિસ્તાનનો નવમો સૌથી મોટો નિકાસકાર બન્યો, જેની કુલ નિકાસ આશરે ૨૭ મિલિયન હતી. યુઇપી પાસે સિંધ પ્રાંતના ઘણા જિલ્લાઓમાં મોટા ગેસ ક્ષેત્રો છે, જેમ કે બદીન, ટંડો મોહમ્મદ ખાન, થટ્ટા, હૈદરાબાદ, મટિયારી, સંઘાર, મીરપુરખાસ અને ખૈરપુર. વધુમાં, કંપની અરબી સમુદ્રમાં ચાર ઓફશોર એક્સપ્લોરેશન બ્લોક ધરાવે છે.
નિષ્ણાતો માને છે કે જા પાકિસ્તાન આ બાકી રકમ સમયસર ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેનું ઊર્જા સંકટ વધુ ઘેરું બની શકે છે. પાકિસ્તાનનું ઊર્જા ક્ષેત્ર પહેલેથી જ નિયમનકારી દબાણ અને રોકડની તંગીનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, ચીન જેવી મોટી શક્તિને ગુસ્સે કરવાથી પાકિસ્તાન માટે ભવિષ્યના રોકાણનો દરવાજા બંધ થઈ શકે છે.










































