પરમ શ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવની પ્રેરણાથી તથા શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટના આયોજન હેઠળ ચિતલ અને આસપાસની જનતા માટે નિઃશુલ્ક દંતચિકિત્સા અને દાંતની બત્રીસીનો કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. આ સેવાકાર્યમાં ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજયુકેશન-રાજકોટ, મુળ ચિતલના અને હાલ રાજકોટ નિવાસી મહેશભાઈ મહેતા તેમજ વિદ્યાભારતી ટ્રસ્ટ-ચિતલનો સહયોગ પ્રાપ્ત થયો છે. કેમ્પ દરમિયાન દાંત તથા પેઢાના રોગોનું નિદાન, જરૂરિયાત મુજબ દાંત-દાઢ આયુર્વેદની જાલંધર બંધ વિધિથી ઈન્જેક્શન વગર કાઢી આપવાની સુવિધા, તેમજ વિનામૂલ્યે દવાઓ આપવામાં આવશે. ઉપરાંત વૃદ્ધ નાગરિકોને જરૂરી હોય તો સ્થળ પર જ દાંતની બત્રીસી (ચોકઠું)નું માપ લઈને વિનામૂલ્યે બનાવી આપવામાં આવશે. આ કેમ્પ તા. ૨૬-૦૧-૨૦૨૬, સોમવારના રોજ સવારે ૯.૩૦ થી ૧.૦૦ વાગ્યા સુધી શ્રી સરસ્વતી વિદ્યામંદિર, જુના સરકારી દવાખાના પાછળ, ચિતલ, જી. અમરેલી ખાતે યોજાશે. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે આયોજકોનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.








































