અમદાવાદ ના ચાંદખેડામાં સગીરાને પ્રેમ સંબંધમા ફસાવી બળાત્કાર ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મિડીયા થી સગીરા સાથે સંપર્ક કેળવી આરોપીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. જે અંગે સગીરા ના પરિવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ચાંદખેડા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ જય પરમાર છે. જેણે ૧૩ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ૧ નવેમ્બરના દિવસે સગીરા ખરીદી કરવા ઘર બહાર નિકળી હતી. તે સમયે આરોપી તેને પોતાના ગામ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે અંગે સગીરાના પરિવારને ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જે બાદ આરોપી ઉજ્જૈન ફરાર થયો હતો. જ્યાંથી પરત આવતા નિકોલ પાસેથી ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.પોક્સોના ગુનામાં આરોપી જયની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે, કે ખાનગી કંપનીમાં ડિલેવરી બોય તરીકે કામ કરે છે અને પાર્સલની ડિલેવરી સમયે સગીરાના સંપર્કમા આવ્યો હતો. જે બાદ સગીરા તેની માતાના મોબાઈલથી જય સાથે સંપર્કમાં હતી અને ૧ નવેમ્બરે સગીરા ચાંદખેડાથી રિક્ષામાં આરોપીના ગામ મેહમદપુરા ગઈ હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. જે અંગે પોલીસે અપહરણ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ તપાસમાં હકિકત સામે આવી કે, જય પરમાર અને સગીરા ૫ મહિનાથી એક બીજાના સંપર્કમા હતા. પરંતુ વાત અપહરણ અને બળાત્કાર સુધી પહોંચી જતા પોલીસે ગંભીરતા દાખવી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે એક સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધવો આરોપીને જેલ ના સળિયા પાછળ લઈ ગયો છે.