અમરેલી એસપી સંજય ખરાતે અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા આપેલા માર્ગદર્શન બાદ ચલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા મોબાઇલ ચોરીના અનડીકેટ ગુનામાં એક ઈસમને ચોરી કરેલા મોબાઈલ સાથે ઝડપી પાડયો હતો. મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચલાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ જી.આર. વસૈયાની રાહબરી હેઠળ ચોક્કસ બાતમીના આધારે ચલાલા બસ સ્ટેન્ડ પાસેથી જાફરાબાદના ટીંબીમાં રહેતા હરેશભાઈ ભગવાભાઈ વેગડ નામના યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ચોરીનો મોબાઈલ મળી આવ્યો હતો.








































