અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ તા. ૨૨/૧૨/૨૦૨૫ના રોજ તેમના પદેથી રાજીનામું આપી દીધું હતું, જે જિલ્લા કલેકટર દ્વારા તે જ દિવસે મંજૂર કરી દેવામાં આવ્યું હતું. આથી પ્રમુખનું પદ ખાલી પડ્યું હતું. નગરપાલિકાના નિયમ અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે, જ્યાં સુધી આવતા દોઢ વર્ષની મુદત માટે નવા પ્રમુખની વરણી ન થાય ત્યાં સુધી વહીવટ ચલાવવા માટે ઉપપ્રમુખ પ્રવીણભાઈ બાવચંદભાઈ માલવીયાને પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવાનો નિર્ણય લેવાયો હતો. તા. ૦૧/૦૧/૨૦૨૬ના રોજ આ અંગેનો આદેશ જારી થયા બાદ, ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવીયાએ અન્ય સભ્યોની હાજરીમાં વિધિવત રીતે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. માલવીયા હવે નગરપાલિકાની
આભાર – નિહારીકા રવિયા કામગીરી સંભાળશે.









































