ધારી તાલુકાના ચલાલા ગામમાં રમતી વખતે એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બનાવટી બંદૂકના વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. પાઇપમાં વિસ્ફોટક પદાર્થ ભરેલો હોવાથી અચાનક ધડાકો થયો હતો, જેના કારણે બાળકને આંખમાં ગંભીર ઇજા પહોંચી હતી. બાળકને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના યુવાનોમાં ફટાકડાના દારૂથી આવી બનાવટી બંદૂકો બનાવવાનું ચલણ છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે, જે વાલીઓ માટે ચેતવણીરૂપ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.