ચલાલામાં રવિવારે કોમી એકતા અને અતૂટ ભાઈચારાની એક અનોખી મિસાલ જોવા મળી હતી. સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા નિર્મિત અત્યાધુનિક અને કલાત્મક ‘જુમ્મા મસ્જિદ’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના ધર્મગુરુઓના મિલને સમગ્ર દેશ અને દુનિયાને શાંતિ અને સદ્ભાવનાનો મજબૂત સંદેશ પાઠવ્યો છે. આ કાર્યક્રમમાં દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય વલકુબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.









































