ચલાલામાં અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ૨૮૮મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ કેમ્પ યોજાયો હતો. જેમાં રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, આયુષ નિયામકની કચેરી,ગાંધીનગરના ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ કેમ્પનો પ્રારંભ પ. પૂજ્ય સંત ડો.રતિદાદાના આશીર્વાદથી થયો હતો. આ કેમ્પ માટે સ્વ. હીના બિલીમોરિયાની યાદમાં, સ્વ.વસનજીભાઈ બિલીમોરિયા અને સ્વ.રમાબેન બિલીમોરિયા, સ્વ. પ્રભુભાઈ અને સ્વ. લક્ષ્મીબેન ટેલર હસ્તે નિર્મળાબેન બિલીમોરિયા યુ.કે.નો આર્થિક સહયોગ મળ્યો હતો. ૪૦ દર્દીઓને રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં વિનામૂલ્યે નેત્રમણી બેસાડવામાં આવી હતી. નેત્રયજ્ઞમાં ડો. બોરીસાગરે પણ વિનામૂલ્યે સેવા આપી હતી. દંતયજ્ઞમાં ડા. ઈશાબેને વિનામૂલ્યે સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત ભૂષણ મહેશભાઈ, મંજુબા તથા શીતલબેન સહિતના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.