ભાવનગર રેન્જ આઈ.જી.પી. અને અમરેલી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારબંધી માટે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે હુડલીથી રામપરા જવાના રસ્તા પરથી જાહેર જગ્યાએ ગંજીપત્તાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા છ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે રોકડા રૂ. ૩૪,૧૦૦/- અને ગંજીપત્તાના પાના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં મહેશભાઈ ડાંગર, રઘુવીરભાઈ માંજરીયા, પ્રેમજીભાઈ રાઠોડ, પરશોત્તમભાઈ બલદાણીયા, મહેશભાઈ જેઠવા અને સાજીદભાઈ સૈયદનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ ચલાલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામગીરીમાં ચલાલા પોલીસ ઇન્સ. જી.આર. વસૈયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.