ચલાલા ગામે આવેલા પ્રસિધ્ધ બોડકા હનુમાનજી મહારાજના મંદિરે હનુમાન જયંતી નિમિત્તે એક ભવ્ય અને ભક્તિમય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે દિવ્ય મંગળા આરતી સાથે આ ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જેમાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.દિવસ દરમિયાન મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હતા, જેમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ, મધુર ભજન-કીર્તન અને વિશેષ પૂજા-અર્ચના મુખ્ય આકર્ષણ રહ્યા હતા.