ચલાલાના ધારગણી ગામે એક યુવકને ‘ગામમાં બગીચાનો ઈજારો રાખવો હોય તો મને એક લાખ રૂપિયા આપવા પડશે. જો નહીં આપે તો તારા બંને બાળકોને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે ઉનાના માણેકપુરના કાનાભાઈ નાનજીભાઈ શિયાળ (ઉ.વ.૪૪)એ ધારગણી ગામે રહેતા ઘુઘાભાઈ રામકુભાઈ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને અવાર-નવાર ફોન કરી પોતાની ઓળખાણ આપી કહેલ કે તારે અમારા ગામમાં બગીચાનો ઈજારો રાખવો હોય તો મને એક લાખ રૂપિયા દેવા પડશે, નહીંતર તને અને તારા બન્ને દીકરાઓને જાનથી મારી નાખીશ તેવી ઘમકી આપી હતી. તેમજ જેમફાવે તેમ ગાળો આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.