ચલાલામાં ગાયત્રી સંસ્કાર ધામ ખાતે સેવા, સંસ્કાર, આરોગ્ય, પશુસેવા, સમૂહ લગ્ન જેવી પ્રવૃતિઓ અખંડ ચાલી રહી છે. ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે જેના ભાગરૂપે છાસનું વિતરણ શરુ કરેલ છે. ૫.પૂ. ડા. રતિદાદાએ જણાવ્યું કે છાશ માત્ર તાજગી આપતું પીણું જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયક છે. ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની કમીને દૂર કરવા માટે છાશ ઉત્તમ વિકલ્પ છે. આ સેવા દ્વારા લોકોમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ છાસ કેન્દ્ર માર્ચ, એપ્રિલ, મે, એમ ત્રણ મહિના ચાલશે અને અનેક લોકો આ સેવા કાર્યનો લાભ લેશે. છાશ વિતરણ કેન્દ્ર સવારે ૭.૦૦ વાગ્યાથી ૭ઃ૩૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ છાસ કેન્દ્રમાં આસપાસના વિસ્તારમાં ૫૦ જેટલા જરૂરિયાતમંદ કુટુંબોના ૨૫૦ જેટલા લોકો આ છાસ કેન્દ્રનો લાભ લઇ રહ્યા છે. આ કેન્દ્રમાં માર્ચ માસનો આર્થિક સહયોગ અતુલભાઈ મોનજીભાઈ તન્ના (યુ.કે.) હ. ઉર્મિલાબેન તરફથી મળેલ છે.










































