ચલાલા સ્થિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે મહાશિવરાત્રી પર્વ પ્રસંગે બિરાજમાન દેવાધિદેવ સોમનાથ મહાદેવની મહાપૂજાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે મહાદેવને ત્રણ પાન, ચાર પાન અને પાંચ પાન વાળા વિશેષ બિલ્વપત્ર અર્પણ કરી પૂજા કરવામાં આવી હતી.આ ધાર્મિક કાર્યક્રમમાં સંસ્થાના વડા ડો. રતિદાદા, મંજુબા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પરેશભાઈ મહેતા (કંપાલા), જર્મનીથી આવેલ કશ્યપભાઈ બોરીસાગર અને શીતલબેન મહેતાએ ખાસ ઉપસ્થિત રહીને મહાપૂજા, મહારુદ્રાભિષેક અને મહાઆરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત ગાયત્રી એજ્યુકેશન ગ્રુપના સ્ટાફગણે તેમજ ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.