પર્યાવરણ અને વનસ્પતિશાસ્ત્રના જ્ઞાનને પાઠ્યપુસ્તકોમાંથી બહાર લાવીને જીવંત વાતાવરણમાં શીખવવાના ઉદ્દેશ્ય સાથે, ચરખા પ્લોટ શાળા, દીટલા શાળા અને ચલાલાની ગાયત્રી શાળાના ધોરણ ૬ થી ૮ના ૭૫ વિદ્યાર્થીઓએ ચલાલાના ‘વન કવચ’ની શૈક્ષણિક મુલાકાત લીધી. આ મુલાકાતને ‘વન કવચ ક્લાસરૂમ’ના રૂપમાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ધારી, બગસરા અને ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડીયા, દાનમહારાજ જગ્યાના લઘુ મહંત અને વાઈલ્ડ લાઈફ વોર્ડન મહાવીર બાપુ, નગરપાલિકાના પ્રમુખ અને વન સંરક્ષક-અમરેલીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.