ઘાનામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે મંત્રીઓના મોત થયા છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે, રક્ષા અને પર્યાવરણ મંત્રી સાથે અન્ય ૬ લોકોના મધ્ય અશાંતિ ક્ષેત્રમાં એક લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા છે. આ ઉપરાંત ચીફ ઓફ સ્ટાફ જુલિયસ ડેબ્રાહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રક્ષા મંત્રી એડવર્ડ ઓમાન બોઆમાહ અને પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ઇબ્રાહિમ મુર્તલા મુહમ્મદનું આ અકસ્માતમાં મોત થયું છે.
મૃતકોમાં ઘાનાના ડેપ્યુટી નેશનલ સીક્યુંરિટી કોઓર્ડિનેટર અને પૂર્વ કૃષિ મંત્રી અલ્હાજી મુનિરુ મોહમ્મદ તેમજ શાસક રાષ્ટ્રિય ડેમોક્રેટિક કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ સેમ્યુઅલ સરપોંગનો સમાવેશ થાય છે. અગાઉ ઘાના સશ† દળોએ કહ્યું કે, વિમાન જેમાં ત્રણ ક્રૂ અને પાંચ મુસાફરો હતા, તે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું.
આ હેલિકોપ્ટર સ્થાનિક સમય મુજબ ૦૯ઃ૧૨ વાગ્યે રાજધાની અક્રાથી ઉડાન ભરી હતી અને એક રાષ્ટ્રિય કાર્યક્રમ માટે ઓબુઆસી શહેર જઈ રહ્યું હતું. જા કે, આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ચીફ ઓફ સ્ટાફે દેશનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો છે. તેમણે રાષ્ટ્રપતિ જાન ડ્રામાની મહામા અને સરકાર વતી ‘દેશની સેવામાં મૃત્યુ પામેલા સૈનિકો’ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.