આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જન સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે આ કાર્યક્રમમાં પ્રજાના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા. મુખ્યમંત્રી એ જન સંવાદમાં ભાગ લીધા ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે સમર્પણ ટાવર ખાતે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.

ઘાટલોડિયાના જન સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  સહભાગી થયા હતા. તેમણે શાંતિ અને ધીરજપૂર્વક સ્થાનિકોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળ્યા હતા. તેઓ ઘાટલોડિયાના સમર્પણ ટાવર ખાતે સ્થાનિકો સાથે રુબરુ થયા હતા. મોટી સંખ્યામાં સ્થાનિકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા, જાવા અને રજૂઆતો કરવા ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીની ગરિમામય ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું.

ઘાટલોડિયાના સમર્પણ ટાવર ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમની હાજરીથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનું વાતાવરણ રચાયું હતું. ઘાટલોડિયાના વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ પણ વૃક્ષારોપણ કર્યુ હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણના જતન માટે વૃક્ષો કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.