સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનોને ઘઉં અને ચોખાના પરંપરાગત પાક ઉગાડવાથી આગળ વધવા વિનંતી કરી છે. પીળા વટાણાની ડ્યુટી-મુક્ત આયાતને પડકારતી કિસાન મહાપંચાયત દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન કોર્ટે આ અવલોકન કર્યું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આપણે વિચારવું જાઈએ કે શું આપણને તે જ માત્રામાં ચોખા અને ઘઉંની જરૂર છે જે આપણે ઉત્પન્ન કરી રહ્યા છીએ. ઘઉં હવે એકમાત્ર વિકલ્પ નથી.
ખેડૂતોના સંગઠન કિસાન મહાપંચાયતે તેની અરજીમાં દલીલ કરી છે કે ૨૦૨૬ સુધીમાં આયાત જકાત દૂર કરવાનો નિર્ણય સ્થાનિક કઠોળના ભાવ લઘુત્તમ ટેકાના ભાવથી નીચે ધકેલી રહ્યો છે, જેનાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. દરમિયાન, સીજેઆઇ સૂર્યકાન્તે કહ્યું કે ઘઉં અને ચોખાથી આગળ વધવાનો સમય આવી ગયો છે.
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પાક વૈવિધ્યકરણ પર નવી નીતિ માળખા માટે પૂછ્યું. કોર્ટે કેન્દ્ર સરકારને દેશની કૃષિ નીતિની સમીક્ષા કરવા અને ઘઉં અને ચોખાને બદલે કઠોળ જેવા વૈકલ્પિક પાકોને પ્રોત્સાહન આપવા માટે એક નવું નીતિ માળખું વિકસાવવા જણાવ્યું હતું. કોર્ટે કેન્દ્ર સરકારને સંબંધિત મંત્રાલયો વચ્ચે વધુ સારા સંકલન અને સમજણ સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું.
કોર્ટે કહ્યું કે ખેડૂતોને કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવા જાઈએ. કોર્ટે કહ્યું કે નાના ખેડૂતોને કઠોળ ઉગાડવા અને તેમના ઉત્પાદનની સમયસર ખરીદી સુનિશ્ચિત કરવા માટે સ્જીઁ પ્રદાન કરવો જાઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે પીળા વટાણાના ભાવ નક્કી કરતી વખતે, ખાતરી કરવી જાઈએ કે તે દેશમાં ઉગાડવામાં આવતા કઠોળ પર પ્રતિકૂળ અસર ન કરે.