ગોંડલમાં પદ્મવિભૂષણ જગદગુરુ રામભદ્રાચાર્યજી મહારાજની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના છઠ્ઠા દિવસના મુખ્ય મનોરથી મનીષભાઈ કાલરીયા અને તેમના પત્નીની લગ્નની ૩૧મી વર્ષગાંઠ નિમિત્તે જગદગુરુએ મંચ પરથી વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા. કથા શ્રવણ માટે આજે દિગ્ગજ નેતાઓ અને સામાજિક અગ્રણીઓ ઉમટી પડ્યા હતા. જીતુભાઈ વાઘાણી, રિવાબા જાડેજા, જીજ્ઞેશદાદા (રાધે રાધે) સહિતના હાજર રહ્યા હતા.










































