ગોંડલના મુક્તિધામ ખાતે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમા સવારે ૬ વાગ્યે ભસ્મ આરતી ત્યાર બાદ ૨૫ અલગ અલગ પ્રકારના ૧૧૧૧ કિલો ફળ ફ્રુટનો શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ફ્રુટના શણગારમાં તરબૂચ, દ્રાક્ષ, મોસંબી, કેળા, સફરજન, ડ્રેગનફ્રુટ, જામફળ, પાઈનેપલ, પપૈયા, દાડમ, ટેટી, ચીકુ, કિવી, સ્ટ્રોબેરી, સંતરા સહિતના ફ્રુટથી શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી મુક્તેશ્વર મહાદેવને ૧૦ ફૂટનો ફ્રૂટનો હારનો શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે ૧૨ વાગે મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ સર્વે ભક્તો ને ફ્રુટ ડિશ, અને ૮૦૦ લીટર ભાંગનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.






































