અમેરિકા જવા ઈચ્છુકોને ગેરકાયદે અમેરિકા મોકલવા માચે બનાવટી દસ્તાવેજા તેમજ બનાવટી પાસપોર્ટ દ્વારા વિવિધ દેશના વિઝા મેળવવા માટેના ખોટા દસ્તાવેજા બનાવી અમેરિકા મોકલવાની કબૂતરબાજીની પ્રવૃતિમાં સંડોવાયેલા મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલનો ભાગીદાર બિપીન સોમાભાઈ દરજી આ ગુનામાં વોન્ટેડ હતો.

તેની વિરૂધ્ધ વોરન્ટ બહાર પડાયું હતું તેમછત્તા તે ન પકડાતા તેની સામે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. તેમછતા તે હાજર ન થતા અને નાસતો ફરતો હોવાથી તેના ભારતીય પાસપોર્ટને આધારે ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા લુક આઉટ નોટીસ ઈશ્યુ કરવામાંઆવ્યો હતો. તે સિવાય પોલીસે તેના વિશે માહિતી આપનારને રૂ.૨૫,૦૦૦ના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી હતી.

બીજીતરફ આરોપી બિપીન દરજી મહેસાણાના વિજાપુર ખાતે આવવાનો હોવાની માહિતી મળતા પોલીસે ટીમ બનાવીને અંતે વિજાપુર ચોકડી પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી લીધો હતો.પુછપરછમાં બિપીને પોલીસને કહ્યું હતું કે ગેરકાયદે અમેરિકા મોકલવાના ધંધામાં મુખ્ય આરોપી ભરત પટેલનો ભાગીદાર હતા. ઉપરાંત અમેરિકા જવા ઈચ્છુક ગ્રાહકોને લઈ આવવા તથા તેમના ડોક્યુ ભેગા કરીને ફાઈલ બનાવી તે ફાઈલ કયા એજન્ટને આગળ કામ માટે આપવી તથા તે ગ્રાહકના પેમેન્ટની જવાબદારી સહ આરોપીઓ સાથે મળીને કરતો હોવાનું જણાવ્યું હતું.

તેની સામે ગુનો દાખલ થતા તે રાજસ્થાનના જેસલમેર, બિકાનેર, રણુજા તથા મુંબઈ ખાતે છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો હોવાનું પણ જણાવ્યું હતું.તેની પાસેથી પોલીસે મોબાઈલ, કાર તથા રોકડ રકમ મળીને રૂ.૫,૦૬,૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં અત્યારસુધીમાં કુલ ૧૨ આરોપી પકડાયા છે. જે પૈકી મુખ્ય ઈરોપી ભરત પટેલ સહિત ૩ આરોપી છેલ્લા અઢી વર્ષથી જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. જે તમામ આરોપીઓ વિપૂધ્ધ તાર્જશીટ કરવામાં આવેલી છે.