લાઠી પોલીસે ગુમ થયેલા અંદાજે ૪૦૦ ઈ-સ્ટેમ્પ પેપર શોધી કાઢીને તેના અસલ માલિકને સુપરત કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ મહત્વપૂર્ણ ઈ-સ્ટેમ્પ પેપર લાઠીના તાજપર ગામના અજય જોરસંગભાઈ બારડના રસ્તામાં ક્યાંક પડી ગયા હતા. વાસ્તવમાં અજયભાઈ અમરેલી ખાતેની સીએસસી ઓફિસમાંથી કલર સ્ટેશનરી સહિત કુલ ૪૦૦ ઈ-સ્ટેમ્પ પેપર લઈને લાઠી તરફ પરત આવી રહ્યા હતા. આ તમામ ઈ-સ્ટેમ્પ પેપર લાઠી આવતા રસ્તામાં અચાનક પડી જતાં તેઓ ચિંતાતુર બન્યા હતા. દસ્તાવેજો ગુમ થતાં જ અજયભાઈએ તાત્કાલિક લાઠી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.જે. બરવાડીયાના સીધા માર્ગદર્શન હેઠળ લાઠી સર્વેલન્સ ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સોર્સની મદદ લીધી હતી. આ સચોટ તપાસના આધારે લાઠી પોલીસે ગુમ થયેલી તમામ મિલકત શોધી કાઢી તેના અસલ માલિકને પરત સોંપી હતી.






































