ગુજરાતના સાયબર સ્લેવરી દ્વારા યોજાયેલ મોટી કવાયત અનુસાર, મ્યાનમારના કેક પાર્કના માફિયા દ્વારા ચાલતા કોભાંડોના કેન્દ્રો પાછળના માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી હતી. અનેક દેશોમાં કૌભાંડો માટે જવાબદાર આ મુખ્ય આરોપી નિલેશ રાજપુરોહિતને કસ્ટડીમાં લેવાયોસૂત્રો અનુસાર, આ માસ્ટરમાઈન્ડ ભારત,શ્રીલંકા, ફિલિપાઈન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ,નાઈજીરિયા,ઈજિપ્ત, કેમરૂન,બેનિન અને ટ્યુનિશિયાના ૫૦૦થી વધુ નાગરિકોને મ્યાનમાર, કમ્બોડિયા, વિયેતનામ,થાઈલેન્ડ અને દુબઈમાં સાયબર લેબર તરીકે તસ્કરી કરવામાં જવાબદાર હતો. તપાસ દરમિયાન, કિંગપિન નિલેશ રાજપુરોહિતની ધરપકડકરવામાં આવી હતી. આ મુખ્ય આરોપી આણંદથી વિદેશ ભાગી રહ્યો હતો. નિલેશ રાજપુરોહિત દ્વારા ૫૦૦થી ૬૦૦ યુવકોને મ્યાનમાર અને અનેક દેશોમાં મોકલવામાં આવ્યા હતા.ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મ્યાનમારના કેકે પાર્કમાં માફિયાઓ દ્વારા સંચાલિત કૌભાંડ કેન્દ્રો પાછળના મુખ્ય આરોપીની ધરપકડ કરીને એક મોટી સફળતા મેળવી છે.આ મુખ્ય આરોપી ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઇજીરીયા, ઇજિપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયાના ૫૦૦ થી વધુ નાગરિકોને મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ, થાઇલેન્ડ અને દુબઇમાં સાયબર ગુલામીમાં ધકેલીને તેમની તસ્કરી કરવા માટે જવાબદાર હતો.તપાસમાં મુખ્ય આરોપી દ્વારા ચલાવવામાં આવતા એક અત્યંત સંગઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટ્રાફિકિંગ અને સાયબર-ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેને ૧૨૬ થી વધુ સબ એજન્ટો દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. તેણે ૩૦થી વધુ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સતત સંપર્કમાં હોવાની પણ જાણકારી અને સાયબર-ફ્રોડમાં પણ મુખ્ય આરોપી ગણાય છે.










































