ચરોતરની ધરતીનું ખમીર અને ખુમારી વિશ્વ ફલક ઉપર જાણીતું છે. ભગવદ્ ગીતાના દાર્શનિક સિદ્ધાંત મુજબ કર્મ કરતા જાવ, ફળની અપેક્ષા રાખશો નહીં, કર્મ જ ધર્મ છે. તે જ ફળ સુધી પહોંચાડે છે. વિનોબા ભાવેના શબ્દોમાં કહીએ તો “સેવા હી ઉપાસના હૈ” એવા આદર્શોને ચરિતાર્થ કરતા શાહપુર ગામના વતની કમલેશભાઈ સાહેબની શિક્ષકથી સચિવાલય સુધીની સફર તેમના કર્મયોગને આધીન છે. ગામની હાઈસ્કૂલના આચાર્ય પદે રહીને ગ્રામ્ય બાળકોમાં શિક્ષણની સાથે સાથે આજુબાજુના પંથકમાં સેવાકીય રચનાત્મક પ્રવૃત્તિ કરતા રહ્યા.
ભારતીય જનતા પાર્ટીના સભ્યથી લઈને પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે બહુમતીથી જનતા જનાર્દને તેમને જીતાડ્યા છે. કમલેશભાઈ સાહેબ ગ્રાઉન્ડ લેવલના વ્યક્તિ છે. સામાન્ય વ્યક્તિથી માંડીને ગમે તેવો વ્યક્તિ તેમની પાસે કાર્ય લઈને આવે તેની વાત સંપૂર્ણ સાંભળ્યા પછી જ તેનું નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ રહે છે. ભારતીય જનતા પાર્ટીમાં અનુશાસન અને શિસ્ત છે. કમલેશભાઈ સાહેબ પોતાના કાર્યો થકી આજે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે પસંદ થયા છે. તેમની કાર્ય પ્રણાલિકા અને પક્ષને વફાદાર રહી છેવાડાના ગામડા સુધી વિકાસાત્મક અભિગમને સાકાર અને આકાર કરવા માટે પ્રતિબદ્ધ રહ્યા છે.
કમલેશભાઈ સાહેબે પેટલાદ તાલુકાને વિકાસના માર્ગે લઈ જવા માટે રોડ, રસ્તા, પાણી, શાળાઓ, હોસ્પિટલ, કોલેજો અને અન્ય તેમના કાર્યક્ષેત્રમાં આવતા કાર્યો કરવા માટે સતત ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી કામોની મંજૂરી લાવીને પેટલાદની પ્રજામાં વિશ્વાસ સંપાદન કર્યો છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ગુજરાતને વ્યાપક બનાવવા માટે કમલેશભાઈ સાહેબ રાત-દિવસ કાર્ય કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં જે તે વિસ્તારના ધારાસભ્યો પોતાના વિસ્તારને વિકાસાત્મક કામ કરીને પ્રજાલક્ષી રચનાત્મક કાર્ય કરવા માટે કટિબદ્ધ રહે છે તેની નોંધ સરકારમાં લેવાય છે. પહેલી જ વખત ધારાસભ્ય બન્યા અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે પસંદ થવું તે તેમનું કાર્ય બોલે છે.
ગુજરાત સરકારમાં નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા,ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, દારૂબંધી અને આબકારી ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પસંદગી પામેલ કમલેશભાઈ પટેલ સાહેબ એક પ્રબુધ્ધ અને શિક્ષિત મંત્રી છે. તેમને જે ખાતા સોંપવામાં આવ્યા છે તેમાં તેઓ અસરકારક અને પ્રમાણિકતાથી કાર્યનું અમલીકરણ પણ કરાવશે. પ્રજાને સરકાર દ્વારા સંપૂર્ણ સુવિધા પ્રાપ્ત થાય તેવા કાર્યો કરશે તેવી મને અને ગુજરાતની જનતાને ખાતરી છે.
સૌમ્ય પ્રકૃતિના કમલેશભાઈ સાહેબ કર્મના સિદ્ધાંતને વરેલા અને ભરેલા છે. જેલ ખાતાને સુધારણા ખાતું તરીકે ઓળખવામાં આવે છે. ક્રાઈમ ઓછો થાય અને લોકોમાં જાગૃતિ વ્યાપક બને તેવો તેમનો અભિગમ રહ્યો છે. પ્રજાના સેવક તરીકે અતુલ્ય સેવા બજાવશે તેવી મને ખાતરી છે. દિવાળીમાં ગુજરાત સરકારનું મંત્રીમંડળ બદલાતા કમલેશભાઈ પટેલને રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્ય કરવાની તક મળી છે તે તકને તપોભૂમિ બનાવશે તેવો જનતાને વિશ્વાસ છે. સરદાર પટેલની ભૂમિના કમલેશભાઈ પટેલ પ્રામાણિકતા અને પુરુષાર્થથી પોતાની ફરજ નિષ્ઠાથી બજાવશે.
હાલમાં જ પેટલાદ વિધાનસભામાં સમાવિષ્ટ દહેમી ગામને જોડતો નવીન દહેમી નાવલી રોડ અંદાજીત ૨ કરોડ ૬૦ લાખની માતબર રકમ સાથેનું ખાતમુહૂર્ત પેટલાદ વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકાર રાજયકક્ષાના માન. મંત્રી કમલેશભાઈ પટેલ (નાણાં, પોલીસ, હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ્ય રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી વિભાગ) ના વરદ હસ્તે કરવામાં આવ્યું. આવા તો અનેક કાર્યો તેમના ધારાસભ્યના સમયગાળા દરમિયાન થયા છે. ગ્રામ્ય વિકાસથી રાષ્ટ્ર વિકાસનો અભિગમ તેમના કેન્દ્રસ્થાને રહેલો છે. તેમની કાર્ય કરવાની નિષ્ઠાને લીધે પક્ષમાં એક કાબેલ પ્રજાવત્સલ મંત્રી તરીકે ગણના થાય છે. તેમને વડોદરા અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી પણ આપવામાં આવી છે. તેઓ પ્રજા વચ્ચે રહેનાર મંત્રી છે. તેમની પાસે કોઈપણ વ્યક્તિ કાર્ય લઈને આવે એટલે તેનું નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ રહે તેવા કમલેશભાઈ આણંદની ધરતીનું રત્ન છે. સાદાઈ અને પ્રમાણિકતાથી જનસેવાના કાર્યો કરવા માટે કમલેશભાઈ અને તેમના કાર્યકરો સતત પ્રજા વચ્ચે રહે છે. કમલેશભાઈ સાહેબ આપ ખૂબ આગળ વધો તેવી આપની પાસે અપેક્ષા છે. મા અંબા આપના તમામ મનોરથ પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરું છું. આપ જેવા મંત્રી ગુજરાત સરકારમાં હોવા તે ગૌરવની બાબત છે. વંદે માતરમ્.. ભારત માતાકી જય..
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨







































