ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ સામે આવી ગઈ છે. આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્ર શરૂ થશે અને બજેટ સત્ર ૨૫ માર્ચ સુધી ચાલશે. કુલ ૨૩ દિવસના બજેટ સત્રમાં ૨૬ બેઠક મળશે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માહિતી પ્રમાણે, બજેટ સત્ર ૧૬ ફેબ્રુઆરીએ રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્ર શરૂ થઈને ૨૫ માર્ચ સુધી ચાલશે. જેમાં ૨૬ બેઠકો મળશે. વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર સાત નવા બિલ રજૂ કરવાની પણ તૈયારીઓ કરી રહી છે.
માહિતી પ્રમાણે, આ વર્ષનું બજેટ ગયા વર્ષના બજેટ કરતાં ૧૫ ટકાના વધારા સાથે રજૂ થઈ શકે છે. આ વર્ષે ૩.૯૦ લાખ કરોડનું બજેટ રજૂ થઈ શકે છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાગરિક સંહિતા સહિત વિધેયકો રજૂ થશે. સાથે સત્ર દરમિયાન ઉપાધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે. ૧૫ ટકા વધારા સાથે નાણાં મંત્રી ૩.૯૦ લાખ કરોડનું બજેટ રજૂ કરી શકે છે. ત્યારે નાણાં વિભાગે પણ બજેટને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે વિધાનસભામાં બજેટ સત્ર ખુબ મહ¥વપૂર્ણ હોય છે. બજેટ પર સમગ્ર રાજ્યની નજર રહેતી હોય છે. બજેટમાં સરકાર જનતાને રાહત મળે તે માટે કઈ-કઈ જાહેરાત કરે તે જાણવા માટે લોકો આતૂર હોય છે. ત્યારે ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં બજેટ સત્ર શરૂ થશે. આ વખતે પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે.








































