ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા દિલીપ સંઘાણી હોલ ખાતે શાસ્ત્રીય નૃત્યનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ ઉપ દંડક કૌશિકભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અન્ય મુખ્ય મહેમાનોમાં મામલતદાર અમરેલી, ઇન્ટાસ ફાઉન્ડેશન રાજકોટના પ્રતિનિધિ પૂજાબેન ભટ્ટ તેમજ સ્વાસ્થ્યની પાઠશાળાના સ્મિતાબેન સાધુ ખાસ હાજર રહ્યા હતા. આ શાસ્ત્રીય નૃત્ય કાર્યક્રમ ઓરોમા કલાકેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ઓરોમા કલાકેન્દ્રના સંયોજક સ્વાતિબેન જોશી અને કથક વિશારદ મીરાબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. ઈશિતા મોદીએ પણ સુંદર કથક નૃત્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સંસ્થાપક નયનાબેન ભરતભાઈ વિષ્ણુસ્વામી, લીનાબેન શાહ, જલ્પાબેન બોસમિયા, કિરણબેન પડાયા અને સમગ્ર નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશનની ટીમે મહેનત કરી હતી. અલકાબેન ચૌહાણ અને યુવા પ્રદેશ ઉપાધ્યક્ષ કૃપા ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.