ગુજરાત રઘુવંશી શોર્ય સંગઠનમાં ઉપ પ્રમુખ તરીકે ‘મહેશભાઇ નગદીયા’ ની વરણીને જીલ્લા રઘુવીર સેનાના આગેવાનોએ આવકારી હતી. ચલાલાના વતની હાલ અમદાવાદ રહેતા ચલાલા રઘુવંશી અગ્રણી, સૌરાષ્ટ્ર વેપારઉદ્યોગ મહામંડળના ઉપ પ્રમુખ, અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ,.અમરેલી જીલ્લા રઘુવીર સેનાના પૂર્વ પ્રમુખ સહિત અનેક સંસ્થાઓમાં નોંધપાત્ર જવાબદારી સંભાળતા મહેશબાઈને વધુ એક જવાબદારી સોંપવામાં આવતાં રઘુવંશી સમાજમાં આનંદની લાગણી ફેલાઈ હતી. સમાજના અનેક આગેવાનો સહિત વિવિધ સંસ્થાઓ તેમની વરણી બદલ અભિનંદન પાઠવી રહ્યા છે.