વહેલી સવારે ઠંડીનો સહેજ અહેસાસ થાય છે, પરંતુ દિવસભર સૂરજની ગરમી અને ઉત્તર-પૂર્વના હળવા ગરમ પવનો આ છે આ વર્ષે ગુજરાતનો શિયાળો! સામાન્ય રીતે કાતિલ ઠંડી અને ધાબળો ઓઢીને સૂવાનો સમય હોય ત્યારે આ વર્ષે લોકોને સ્વેટર પણ ઓછું પહેરવું પડ્યું છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોના અહેવાલ મુજબ, આ વર્ષે ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ ગત વર્ષ કરતાં અડધું પણ નથી રહ્યું. નલિયામાં પણ સૌથી નીચું તાપમાન ૧૨.૫ ડિગ્રી રહ્યું છે.
લઘુતમ તાપમાન જાઇએ તો
નલિયા ૧૨.૫ +૨.૦ (સરેરાશ),
કંડલા ૧૬.૪ +૧.૦
ડીસા ૧૪.૪ +૧.૫ ,
ગાંધીનગર ૧૫.૦ +૧.૦
પોરબંદર ૧૫.૨ +૦.૮
અમદાવાદ ૧૫.૫ +૧.૨
વડોદરા ૧૬.૪ +૦.૯
આ વર્ષે નલિયામાં ૧૦ ડિગ્રીથી નીચે તાપમાન માત્ર ૪ વખત નોંધાયું, જ્યારે ગત વર્ષે ૨૨ વખત! અમદાવાદમાં પણ ૧૪ ડિગ્રીથી નીચે માત્ર ૪ દિવસ, ગત વર્ષે ૧૪ દિવસ.હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, પરંતુ તીવ્ર ઠંડી ની સંભાવના ઓછી છે. ફેબ્રુઆરીના અંત સુધી તાપમાન સામાન્ય કરતાં ૧-૨ ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે.