ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.તાજેતરના રેકોર્ડ મુજબ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર,નલિયામાં સૌથી ઓછું ૧૨.૨ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું છે, જે રાજ્યના સૌથી નીચા તાપમાન તરીકે નોંધાયું છે.

અમદાવાદમાં ૧૩.૧ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયુ છે ભાવનગર-૧૯.૬°,ડીસા,૧૩.૧,ગાંધીનગર-૧૫.૧,ઓખા-૨૦.૪°, વડોદરા-૧૬.૪,પોરબંદર-૧૬°,સુરત-૧૮.૬,રાજકોટ-૧૬.૩°, દમણ૧૭.૮°,ભુજ-૧૪.૮,કંડલા એરપોર્ટ       ૧૪.૩°,અમરેલી-૧૭.૬ ડિગ્રી સેલ્સીયસ નોંધાયુ છે  આ તાપમાનને કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડા પવનોનો અહેસાસ વધુ થઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનું જોર વધારે છે.

હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાતા સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લાઓમાં તેમજ કચ્છ પંથકમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે.

આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છે, જેની અસર રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો ઘેરાવા અને વરસાદ તરીકે જોવા મળશે.આગામી બે દિવસમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.