ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધ્યો છે.હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ઉકળાટ અને તીવ્ર ગરમી અનુભવાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગએ આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદ, વીજળી અને તોફાની પવનની આગાહી કરી છે. આ વરસાદ ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અસર કરશે.
હાલનું તાપમાન (મહત્તમ)રાજ્યમાં આજે સૌથી વધુ તાપમાન વડોદરામાં ૩૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.જેમાં અમદાવાદ, અમરેલી, ગાંધીનગરમાં ૩૬ સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.સુરેન્દ્રનગર, રાજકોટ, સુરતનું તાપમાન ૩૫° સેલ્સિયસ નોંધાયું છે જ્યારે ભુજ, ભાવનગર, કેશોદનું ૩૪ સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ અનુસાર આગામી ૪૮ કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ વરસાદને કારણે તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.આગામી ૨ એપ્રિલ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તોફાની પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમરેલી, ભાવનગર,છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલી મુખ્યત્વે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી અને ભાવનગરમાં ૩ એપ્રિલ દરમિયાન વરસાદની શક્યતા વધુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ભાવનગર, અમરેલી, વલસાડ અને દાદરા-નગર હવેલીમાં ૪ એપ્રિલે હળવો વરસાદ થઈ શકે છે.આઇએમડીએ આ વિસ્તારોમાં યલો અલર્ટ જારી કર્યું છે. વીજળી પડવાની અને ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.









































