મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદભવતા વર્તમાન સંજાગોમાં સમગ્ર રાજ્યમાં એલપીજી સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહેલ છ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઉપલબ્ધ એલપીજી સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે.
ગુજરાત રાજ્યમાં ૩૦% ઘરેલુ ગેસ પીએનજી ગેસ પાઇપલાઇન મારફત પૂરો પાડવામાં આવે છે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત રાજ્યની પરિસ્થિતિ વધારે સારી છે.
રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી.જી નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકારના સૂચન હેઠળ જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી સિલિન્ડરના બુકીંગ વચ્ચે ૨૫ દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલ.પી.જી સંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે.સમાચાર સબ્પ્શસકીન સેવા
કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવેલ છે. પરંતુ હોસ્પિટલ  તેમજ શૈક્ષણિક સસ્થાઓ તેમની જરૂરીયાત મુજબ એલપીજી ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે. પરંતુ, એલપીજીનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલ કીંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા એલપીજી કંટ્રોલ ઓડર-૨૦૦૦ મુજબ કાયદાકીય રીતે ગુનો બને છે. તથા આવી પ્રવૃતિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા ફોજદારી પગલા પણ લેવાની જાગવાઈ છે.