શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે એક મહત્વપૂર્ણ ભરતી પરિપત્ર બહાર પાડ્યો છે. નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી, પ્રોફેસર અને અન્ય ઉચ્ચ પદોની ભરતી દરમિયાન, ફિક્સ પગાર પર શિક્ષક સહાયક તરીકે. આપેલી સેવાને અનુભવ તરીકે માન્ય ગણવામાં આવતી ન હતી.
રાજ્યની તમામ ૧૪ મુખ્ય સરકારી યુનિવર્સિટીઓમાં સમાન અભિપ્રાયનો અમલ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જા કે આ નિર્ણયનો આધાર અગાઉ સૌરાષ્ટÙ હતો. જે યુનિવર્સિટી સંદર્ભ ઉપરોક્ત અભિપ્રાય પર આધારિત હતો. શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયામાં ચાલી રહેલી વિસંગતતા દૂર કરવા અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો છે. આ નવો નિયમ ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમજ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં લાગુ પડશે.માહિતી અનુસાર આ સુધારાથી લાંબા સમયથી ફિક્સ પગાર પર સેવા આપતા શિક્ષક સહાયકોને ન્યાય મળશે. અને ઉચ્ચ પદો પર ભરતી માટે તેમની તકો વધશે. તે જ સમયે, ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને સમાનતા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.