મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભારત ખાતે નેપાળના રાજદૂત ડા. શંકર પ્રસાદ શર્માએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ટુરિઝમ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, હાઈડ્રો એનર્જી, મેન્યુફેકચરીંગ અને એજ્યુકેશન જેવા મહત્વના ક્ષેત્રોમાં ગુજરાત અને નેપાળ વચ્ચે સહભાગીતા વધારવા અંગે વ્યાપક પરામર્શ કરવામાં આવ્યો હતો.નેપાળના રાજદૂત હાલમાં નેપાળના ટુરિઝમ પ્રમોશન માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ પ્રસંગે તેમણે ગુજરાતના સર્વાંગી વિકાસ મોડલ અને ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી  હતી.નેપાળના રાજદૂત ડા. શંકર પ્રસાદ શર્માએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે બહુવિધ ક્ષેત્રોમાં કરેલા વિકાસથી પોતે પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતે ટુરિઝમ ક્ષેત્રમાં ઉભા કરેલા વૈશ્વિક સ્તરના આકર્ષણો વિશ્વ માટે એક ઉદાહરણ સમાન છે. વિશેષ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ (રણોત્સવ), સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળોએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર મહત્વનું સ્થાન અપાવ્યું છે.આ સૌજન્ય મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી અને નેપાળના રાજદૂત વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવીઃ,ટુરિઝમ અને કલ્ચરલ એક્સચેન્જ,ઇન્ફર્મેશન ટેકનોલોજી અને ડિજિટલ ઇનોવેશન હાઈડ્રો એનર્જી અને રિન્યુએબલ એનર્જી,મેન્યુફેકચરીંગ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ,એજ્યુકેશન અને સ્કીલ ડેવલપમેન્ટનેપાળ પાસે હાઈડ્રો એનર્જીની વિશાળ સંભાવનાઓ છે, જ્યારે ગુજરાત પાસે ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટિઝ છે. બંને દેશો વચ્ચે સહયોગથી આ ક્ષેત્રોમાં પરસ્પર લાભ થઈ શકે તેમ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આજે મેન્યુફેકચરીંગ હબ તરીકે ઉભર્યું છે. સેમીકંડક્ટર, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્લોબલ કેપેસિટી સેન્ટર જેવા ઇમ‹જગ સેક્ટર્સમાં પણ ગુજરાત અગ્રેસર બનવા માટે સજ્જ થયું છે.તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, રોકાણ અનુકૂળ નીતિઓ અને સ્કીલ્ડ મેનપાવર તેને વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક બનાવે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ નેપાળના રાજદૂતને જણાવ્યું હતું કે ગુજરાત માત્ર ઉદ્યોગ અને ટેકનોલોજી જ નહીં, પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવાસન માટે પણ વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આ ક્ષેત્રે નેપાળ અને ગુજરાત વચ્ચે કલ્ચરલ ટાઈઝ વધુ મજબૂત બની શકે છે.આ સૌજન્ય મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશ્નર પી. સ્વરૂપ તેમજ નેપાળ ડેલિગેશનના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.