ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી. હરસિદ્ધિ સોસાયટી પાસે ઝાડ પર ગળે ફાંસો ખાધો હતો. યુવક અને યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળ્યા હતા. બાઇક પર ચડી દોરડા વડે યુવક-યુવતીએ જીવન ટૂંકાવ્યું હતું.
યુવાન અને યુવતીની લટકતી લાશોને જાઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. પોલીસ પહેલાં તો હવે આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે નક્કી કરવામાં લાગેલી છે. તેથી પોલીસને આ દિશામાં પ્રારંભિક કડી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ મળશે.
પોલીસે આ ઉપરાંત ઘટનાસ્થળેથી બાઇક કબ્જે લીધું છે. બંનેના મોબાઇલ ફોન પણ કબ્જે લેવામાં આવ્યા છે. મોબાઇલની કોલ ડિટેલના આધારે પોલીસને અંદાજ આવી શકે છે કે આ બનાવ પાછળ કારણ શું હતું. આ ઉપરાંત મૃતકોના સગાસંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવનાર છે. તેના પરથી કોઈ કડી મળશે તેવો વિશ્વાસ છે.
આ ઉપરાંત બંનેને મારીને લટકાવી દેવાયા નથી તે એન્ગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે. તેથી પોલીસ આમા ઓનર કિલિંગ થઈ હોય તેવી સંભાવના પણ મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી નકારતી નથી.