ગીર ગઢડા શહેરના ફરેડા રોડ ઉપર આવેલ કોમી એકતાના પ્રતીક એવા સરકાર ગેબનશાહ બાબાનો બે દિવસીય ઉર્ષ શરીફ ઉજવાયો હતો. જેમાં અનેક ધાર્મિક કાર્યક્રમો સહિત આમ ન્યાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્ષ શરીફના પહેલા દિવસે શંદલ શરીફનો કાર્યક્રમ હતો, જેમાં ઉનાથી પીર સૈયદ મોહંમદ શફીબાપુ કાદરી તથા પીર સૈયદ અહેમદહુસેન બાપુ કાદરી સહિત ગીર ગઢડાના સૈયદ બદાશાહ બાપુ કાદરી સહીત મોલાના કમર રઝા સાહબ તશરીફ લાવ્યા હતા અને તકરીર ફરમાવી હતી. ત્યારબાદ સરકાર ગેબનશાહ બાબાનું શંદલ શરીફ પેસ કરવામાં આવ્યું હતું.







































