મહાપાલિકા વિસ્તાર બહાર લેવાતા ફાયર વિભાગના ચાર્જિસ રદ કરાયા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ૫૬મી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સર્વાનુમતે આ ઠરાવ કરાયો છે. મહાપાલિકા વિસ્તારની બહાર આગ બુઝાવવા કે બચાવ કામગીરી માટે અગાઉ ચાર્જ લેવાતા હતા. કેનાલમાં કે નદીમાંથી શબ બહાર કાઢવા કે વ્યક્તિને બચાવવા ગાંધીનગર મનપા ચાર્જ લેવાતા હતા. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરી ચાર્જ નક્કી કર્યા હતા. આજે આ ચાર્જ વસૂલ કરવા અંગેનો જૂનો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીએ રદ કર્યો છે. વિવાદ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાથી ઠરાવ રદ કર્યો છે. હવેથી આ ચાર્જ નહિ વસૂલાય.
ગાંધીનગરમાં હવે રાજકીય પક્ષની જાહેર સભા કે કોઈનું બેસણું હશે તો મંડપ કે ડોમની સાઈઝ પ્રમાણે ચાર્જ ચુકવવો પડશે. ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરવરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે તો તે માટે કોર્પોરેશનની મંજૂરી લેવી પડશે. કોર્પોરેશનને મંજૂરી સાથે એના માટે નિયત કરેલા દરની ચૂકવણી પણ કરવી પડશે.
આ વિશે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું કે, ડોમ ઉભા કરી થતી જાહેરસભા તથા કાર્યક્રમોનો અલગથી ચાર્જ વસૂલવામાં આવશે.