ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વર્તમાન સમયમાં વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આમ આખા ગાંધીનગર શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વેરા વસૂલાત ઝુંબેશ કાર્યવાહીના ભાગરૂપે મિલકતવેરા વિભાગે કડક વલણ હાથ ધર્યું છે. જેમાં વેરા વસૂલાત વિભાગ દ્વારા જેઓ લાંબા સમયથી વેરો ન ભરનારા બાકીદારોને નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત વેરા વિભાગ દ્વારા સીલિંગની કાર્યવાહી દ્વારા કુલ રૂ. ૬.૮૨ કરોડની વસૂલાત કરી છે. જ્યારે નોટિસ આપ્યા બાદ પણ વેરો ભરપાઈ ન કરનારી ૬૧ મિલકતોને સીલ કરવામાં આવી છે.૮૨ કરોડ જેટલી માતબર રકમ વસૂલ કરવામાં આવી છે. આ ઉપરાંત, આખરી નોટિસ મળ્યા બાદ પણ જે મિલકત ધારકોએ વેરો ભરપાઈ કર્યો ન હતો, તેમના વિરુદ્ધ ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરી ૬૧ મિલકતો સીલ કરવામાં આવી છે.વસૂલાત કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગર પાલિકાએ કુલ વસૂલાત રૂ. ૬૫.૪૪ કરોડ કરી છે. આ વસૂલાતમાં કરદાતાઓ દ્વારા ડિજિટલ માધ્યમનો પણ બહોળો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ડિજિટલ માધ્યમ વિશે માહિતી મેળવીએ તો ૫૪,૩૪૨ કરદાતાઓ દ્વારા રૂ. ૩૦.૩૨ કરોડ સાથે ૪૬% સમાવેશ થાય છે. જ્યારે ઓફલાઇન કરદાતાઓ વિશે માહિતી મેળવીએ તો તેનો આંકડો માધ્યમ છે. કેમકે ૬૮,૮૯૦ કરદાતાઓ દ્વારા રૂ. ૩૫.૧૨ કરોડ વસૂલાત કરી છે. જેનો દર ૫૪% છે. આમ ગાંધીનગર મહાનગરપાલિકાની મિલકતવેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી છે. જેમાં ૬૧ મિલકતો સીલ કરીને ૬.૮૨ કરોડની વસૂલાત કરી છે.










































