સંસ્કારી નગરી વડોદરામાં શુક્રવારની રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલા નારાયણ એવન્યુમાં સામાન્ય ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
એવું તો શું થયું હતું? મળતી માહિતી મુજબ, બકરાવાડી સ્થિત નારાયણ એવન્યુમાં રહેતા બંટી સોલંકી અને તેની પત્ની રીટા સોલંકી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક બાબતોને લઈ અણબનાવ ચાલતો હતો. ગઈકાલે મોડી રાત્રે દંપતી વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે આવેશમાં આવી ગયેલા પતિ બંટી સોલંકીએ ઘરમાં રહેલા તીક્ષ્ણ હથિયાર વડે પત્ની રીટા પર હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન રીટાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પત્નીને લોહીલુહાણ હાલતમાં છોડી આરોપી પતિ બંટી સોલંકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રીટા સોલંકીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. ઘટનાની ગંભીરતા જાતા હ્લજીન્ (ફોરેÂન્સક સાયન્સ લેબોરેટરી)ની ટીમને પણ બોલાવવામાં આવી હતી, જેમણે સ્થળ પરથી જરૂરી નમૂનાઓ અને પુરાવાઓ એકત્ર કર્યા છે.હાલ પોલીસે આરોપી પતિ બંટી સોલંકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. ટૂંક સમયમાં આરોપી પોલીસના સકંજામાં હશે તેવો વિશ્વાસ ઉચ્ચ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. આ કરપીણ હત્યાની ઘટનાએ રહેણાંક સોસાયટીમાં ભય અને શોકનું મોજું ફરી વળ્યું છે.









































