મહારાજ પૂ.વલકુ બાપુના આશીર્વાદથી દાનેવ ધામ, ગઢીયા ગીરમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. અંશાઅવતાર દાન મહારાજની જગ્યામાં આજે, તા. ૨૮ને શુક્રવારે રાત્રે ૯ઃ૦૦ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત હર્ષદ બાપુ ભગત દ્વારા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










































