અમરેલીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા ખાતે હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ પદયાત્રીઓ માટે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની
પરંપરા મુજબ, સંસ્થાના સ્કૂલ અને હોસ્ટેલના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પદયાત્રીઓ માટે ફ્રૂટ અને નેચરલ વરિયાળી-લીંબુ શરબત જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. આ સેવાકીય સ્ટોલની રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવી હતી. હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પણ અત્યંત શ્રધ્ધાભાવે સેવા આપી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના મંત્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી તેમજ વિવિધ વિભાગના હેડ અને સ્ટાફ હાજર રહ્યા હતા. સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા આ માનવસેવાના કાર્ય બદલ તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.