સાપુતારામાં ૩ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન ખેલમહાકુંભ રાજ્ય કક્ષાની જુડો U-૧૪,૧૭ ચેમ્પિયનશીપનું આયોજન સાપુતારા મુકામે થયું હતું. જેમાં વિવિધ જિલ્લાના જુડો રમતના ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્પોટ્‌ર્સ સ્કૂલના DLSS જુડો ખેલાડીઓએ સિધ્ધીઓ મેળવેલ છે. આ શાળાના વિદ્યાર્થીમાં (૧) U-૧૪ નાકિયા ઈશ્વર- ૩0 k.g સાથે સુવર્ણ પદક, (૨)U-૧૭ નંદવાણા રવિરાજ-50 k.g સાથે સુવર્ણ પદક મેળવેલ, (૩)U-૧૭ મકવાણા હાર્દિક – ૪0 k.g સાથે સુવર્ણ પદક, (૧)U-૧૪ મકોલીયા હાર્દિક ૫૦Kg સાથે કાંસ્ય પદક (૨)U ૧૪ વાળા યશ ૫૦Kg સાથે કાંસ્ય પદક (૩)U-૧૭ મેણીયા કલ્પેશ ૪૦Kg સાથે કાંસ્ય પદક (૪)U-૧૭ ડાંગોદરા ધ્રુવિન ૪૦Kg સાથે કાંસ્ય પદક (૫)U-૧૭ મકવાણા કુલદીપ ૮૧Kg સાથે કાંસ્ય પદક ,(૬)U-૧૭ પટેલ મન ૬૬Kg સાથે કાંસ્ય પદક મેળવી શાળા પરિવારનું નામ રોશન કરેલ છે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા,મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડીઓને અને કોચ-ટ્રેનરને અભિનંદન પાઠવ્યા હતા.