સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ M.Com. -(EM) સેમ.- IIIની લેવાયેલી પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે. જેમાં ગજેરા કેમ્પસની શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ મહિલા એમ.કોમ. કોલેજનું ૧૦૦ ટકા ડિસ્ટિંકશન પરિણામ જાહેર થયું છે. કોલેજની વિદ્યાર્થિનીઓ-પોપટ ક્રિના પી. કોલેજ ફર્સ્ટ – ૯૫.૪૦%, વઘાસીયા અવિષા એમ. કોલેજ સેકન્ડ-૯૩.૮૦% અને ચૌહાણ પૂજા બી. કોલેજ થર્ડ – ૯૩.૬૦% પ્રાપ્ત કરેલ છે. આ સફળતા મેળવવા બદલ કોલેજ પરિવાર તરફથી તમામ સ્ટાફ, સ્ટુડન્ટ અને રેન્કરને અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.









































