ઉત્તર ગુજરાતની ખેરાલુ નાગરિક સહકારી બેંક્તિ ચૂંટણીમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. મહેસાણા જિલ્લાની જાણીતી ખેરાલુ નાગરિક સહકારી બેંક્તિ ચૂંટણી પર છેલ્લી ઘડીએ કાયદાકીય રોક લાગી છે. ૧૧ જાન્યુઆરીના રોજ યોજાનારા મતદાનના ગણતરીના કલાકો પહેલા જ નામદાર હાઈકોર્ટે સ્ટે આપતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે.
ખેરાલુ નાગરિક સહકારી બેંક્તિ ચૂંટણીને કારણે બેંકમાં સત્તા મેળવવા માટેની ખેંચતાણ હવે કાનૂની દાવપેચમાં ફસાઈ છે. આ વખતે ‘વિકાસ પેનલ’ અને ‘પરિવર્તન પેનલ’ વચ્ચે સીધી ટક્કર હતી. બંને પક્ષોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જાર લગાવ્યું હતું, પરંતુ હાઈકોર્ટના હુકમ બાદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે.
મળતી વિગતો અનુસાર, ચૂંટણીની મતદાર યાદી અથવા ટેકનિકલ પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓને લઈને કાનૂની પડકાર આપવામાં આવ્યો હતો. આ બીજી વખત છે જ્યારે આ બેંક્તિ ચૂંટણી પ્રક્રિયા અટકી પડી હોય. આ અગાઉ પણ વિવાદોને કારણે ચૂંટણી લંબાઈ હતી. હવે બીજી વાર ખેરાલુ નાગરિક સહકારી બેંક્તિ ચૂંટણીમાં મળતા સભાસદોમાં બેંકના ભવિષ્ય અને વહીવટને લઈને ચિંતા જાવા મળી રહી છે.
હાલમાં વહીવટી તંત્રે હાઈકોર્ટના આદેશનું પાલન કરીને ચૂંટણી મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. બેંકના પૂર્વ ચેરમેન દ્વારા પણ સભાસદોને આ અંગે વાકેફ કરવામાં આવ્યા છે. હવે આગામી દિવસોમાં હાઈકોર્ટની સુનાવણી બાદ જ સ્પષ્ટ થશે કે ખેરાલુ નાગરિક બેંકમાં સત્તાનું સુકાન કોના હાથમાં જશે અને મતદાન ક્્યારે યોજાશે.