હું ખેડૂતનો દિકરો છું. મારા બાપદાદા ખેતી કરે છે. મને ભણાવ્યો-ગણાવ્યો અને સમાજ જીવનમાં સેટ કર્યો એ ખેતીની આવકના હિસાબે શકય બન્યુ છે. આ શબ્દો છે એક સમયે કચ્છની સુકી બંજર ધરતી આજે નર્મદા નિર પહોંચતા સોળેય કળાએ સજીવન બની છે તે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગઢસીસા ગામ પાસે આવેલા નાનકડા ગામ વરજડીના યુવા ખેડૂત ભાવેશ મણીલાલ માવાણીના. જેની ઉંમર માત્ર ૩૬ વર્ષની છે. અભ્યાસ
બી.ટેક રીન્યુએબલ એનર્જી એન્ડ એનવાયરમેન્ટ એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કરી ખાનગી કંપનીમાં ૮ મહિના નોકરી કરી પોતાના બાપ-દાદાની ૧૬ એકર જમીન આ જમીનમાં આધુનિક અને પ્રાકૃતિક ખેતી કરવી અને બીજાને રોજગારી આપવાના ઈરાદા સાથે ર૦૧૦થી પ્રાકૃતિક ખેતીની નાની વયે શરૂઆત કરી.
પોતાના બાગાયતી ફાર્મમાં આંબાના ર૦૦૦ ઝાડ છે. નાળીયેર ર૦૦ છે. ડ્રેગન ફ્રુડના પ૦૦ પોલ છે. ખારેક ર૦૦ છે. આંબાની બે લાઈનો વચ્ચે પપૈયા, કેળા જેવા આંતર પાકો લે છે. ઉપરાંત સરગવાના ૮૦૦ ઝાડ છે.
આંતર પાકના માધ્યમથી ઉત્તમ અને નફાકારક ખેતી થઈ શકે છે એ ભાવેશભાઈએ સાબિત કરી બતાવ્યું છે. હળદર, આદુ, ફુદીનો, તુવેર જેવા પાકો આંતર પાકો તરીકે વાવતેર કરે છે. જયારે ચોમાસામાં મગ, તલ, ચોળા અને શાકભાજીનું વાવેતર કરે છે. શિયાળામાં ઘઉં, મેથી, અળસી, રાઈનું વાવેતર કરે છે.
ઉનાળામાં તલ, મગ, બાજરો જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે. ભાવેશભાઈ કહે છે, હું માર્કેટીંગયાર્ડમાં કોઈપણ ખેત ઉત્પાદન વેચાણ કરવા માટે જતો નથી. મારી પોતાની રીતે માર્કેટીંગ કરીને વેચાણ કરૂ છું. ઉપરાંત વેલ્યુએડીશન કરૂ છું. તેઓ જણાવે છે કે, હળદર પાવડર, સુંઠ પાવડર, સરગવા શીંગનો પાવડર, ઘાણા પાવડર, છાશનો મસાલો, ફુદીનામાંથી ચાટ મસાલા, તુવેરમાંથી તુવેરદાળ, ચણામાંથી ચણાદાળ તથા ચણા લોટ અને અથાણા વિગેરે બનાવીને વેચાણ કરવામાં આવે છે. આજે મારી ખેતીમાં રાસાયણિક ખાતરો અને પેસ્ટી સાઈડનો ઉપયોગ કરવામાં આવતો નથી. પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો જીવામૃત, ધન જીવામૃત અને વિવિધ અર્કના માધ્યમથી રોગ જીવાત નિયંત્રણ કરીને નફાકારક ખેતી કરવામાં આવે છે. ભાવેશભાઈ કહે છે. આજે હું નોકરી કરતો હોત તો માત્ર કોઈ કંપનીમાં નોકરીયાત હોત. હું બધા ખેડૂતોના દિકરા અને દિકરીઓને કહેવા માંગુ છુ કે, પોતાની જમીન અને વતનને પ્રેમ કરો ખેતી એ કાયમી આજીવીકા છે. ખેતીને સમય આપો તો ખેતી તમારો સારો સમય લાવશે. આજે આખુ વર્ષ ૧૦થી વધારે વ્યક્તિઓને પેકીંગ, ગ્રેડીંગ, શોર્ટીંગમાં નોકરી આપું છું. જયારે ખેતીમાં જરૂર પડે એ મજુરો અલગ બોલો ભાવેશભાઈ માવાણી સફળ ખેડૂત છે ને.
ભાવેશભાઈનો સંપર્ક નં.૯૭ર૭૭ ૩૩ર૪૧ છે.

:: તિખારો::
વિશ્વાસ તૂટે તો દુઃખ થાય જ પણ એ વ્યક્તિનો આભાર માનજા કારણ કે એ શિખવીને જાય છે કે વ્યક્તિ ઉપર વિશ્વાસ વિચારીને કરવો જોઈએ પરંતુ વિશ્વાસઘાતી વ્યક્તિઓએ સમય જતા વ્યાજ સાથે દુઃખનો સામનો કરવો પડે છે.