વીજ કરંટ લાગવાથી ઘણા લોકોના જીવ જતા હોય છે. ઘણીવાર અસરગ્રસ્તને બચાવવા જતા બીજા લોકો પણ ઝપેટમાં આવીને જીવ ગુમાવતા હોવાના અહેવાલો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે આવી જ એક ગંભીર ઘટના ખેડા જિલ્લામાં સામે આવી છે. ખેડા ના ઠાસરામાં ૩ લોકોના ગંભીર મોત થયા હોવાનો અહેવાલ જાણવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના આગરવા ગામે એક સાથે ૩ લોકોના મોત થયા છે. આગરવા ગામમાં વીજ કરંટ લાગવાથી ૩ લોકોના મોત થયાની સાથે ૧ને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગરવા ગામમાં ખેતરની ઓરડીમાં ૨ વર્ષીય દીકરીને રમતી હતી. જે કુવાની મોટર પાસે જતા ૨ વર્ષીય દીકરીને કરંટ લાગ્યો હતો. જે બાળકીને કરંટ લાગતા માતા તેને બચાવવા માટે દોડી આવી હતી. જે બાળકીને બચાવવામાં માતાને કરંટ લાગ્યો હતો. તેની સાથે ૮ વર્ષીય પુત્ર પણ તેની માતા સાથે વીજ કરંટની ઝપેટમાં આવી ગયો હતો.
વીજ કરંટ લાગવાથી માતા પુત્રી તેમજ પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જાકે આ ત્રણેયને બચાવવા જતા મહિલાના સાસુ લીલાબેનને પણ વીજ કરંટ લાગતા તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત સાસુને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસે ત્રણેય મૃતકોનું પંચનામુ કરીને પીએમ માટે ખસેડ્યા હતા.