જાફરાબાદના યુવકે પોતાની બહેનનો મોબાઈલ ખાંભા બસ સ્ટેશનમાં એક અજાણ્યો ઈસમ ચોરી ગયો હોવાની ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી કુલદીપ નરેન્દ્રભાઈ જાષીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે , તેઓ પોતાની બેન સાથે સા.કુંડલા ગામેથી એભલવડ જતા હોય ત્યારે ખાંભા ગામે બસ સ્ટેશનમાં ગાંધીચોક આગળ ફરિયાદીના બહેન પાણીપુરી ખાતા હોય ત્યારે તેની બહેનનો મોબાઈલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી ગયો હતો. જેથી યુવકે અજાણ્યા શખ્સ સામે ખાંભા પોલીસમાં ફરિયાદ નોધાવી છે.