અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. જિલ્લાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા લાગેલા હોય તેવા ગામના સરપંચોનું એસ.પી. સંજય ખરાત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં પરપ્રાતીય શ્રમિકોની સંખ્યા વધુ છે ત્યારે અમુક પરપ્રાંતીય લોકો અસમાજિક પ્રવૃત્તિ આચરતા હોય છે. અસમાજિક
પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવીની ખાસ જરૂરીયાત હોય છે. ગુન્હાહિત પ્રવૃત્તિ આચરી નાસી ગયા બાદ આવા ઈસમોને પકડવા માટે સીસીટીવી કેમેરા પોલીસ માટે આર્શીવાદરૂપ બને છે જેથી અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જે સરપંચોએ સીસીટીવી કેમેરા લગાડેલા છે તેવા સરપંચોનું સન્માન કર્યું હતું.







































