ખાંભાના નિંગાળા ગામે મહિલાને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે શાંતુબેન કનુભાઈ સોંદરવા (ઉ.વ.૪૫)એ પરશોત્તમભાઈ ગોવિંદબાઈ વણજારા તથા મયુરભાઈ પરશોત્તમભાઈ વણજારા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મયુરભાઈના પત્નીએ અગાઉ ઝેરી દવા પોતાની મેળે પી લીધી હતી. ઝેરી દવા તેમના કારણે પીધી હોવાનું મનદુઃખ રાખી લોખંડની કુહાડી તથા ટી લઈને બંને આરોપી તેમના ઘરે આવ્યા હતા. તેમને જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.