ખાંભાના મોટા સરકડીયા ગામે રહેતા મયુરભાઈ ભોજાભાઈ ભુવા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, તેમના મોટાભાઇ/ભોગબનનારને માનસિક બીમારીની દવા શરૂ હતી. અવાર-નવાર વિચારોમાં ખોવાયેલા રહેતા હતા અને નવા-નવા વિચાર કર્યા કરતા હતા. તે માનસિક બીમારીની દવા લઇને કંટાળી ગયા હતા જેથી જંતુનાશક દવા પી જતા સારવારમાં દાખલ કર્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એમ. મેવાડા વધુ તપાસ કરી રહ્યા છે.