ખાંભાના ભાડ ગામે વાડીના ઝાંપા પાસે પાર્ક કરેલી બાઇકની ઉઠાંતરીથી ચકચાર મચી ગઈ હતી. મૂળ અમરેલીના પાણીયા ગામના અને હાલ ખાંભાના ભાડ ગામે વાડીએ રહેતા રમેશભાઇ બચુભાઇ ડાભી (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેમણે ભાગીયું રાખેલ ખેતરના ઝાંપા પાસે બાઈક પાર્ક કરી હતી. જેની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો હતો. આ બાઇકની કિંમત ૧૮ હજાર જાહેર થઈ હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.










































